પરાગિની – ૬ મીટિંગ એક ફઈવ સ્ટાર હોટલમાં હોય છે. રિની અને પરાગ ત્યાં પહોંચી જાય પણ એશાનો રિપ્લાય નથી આવતો. રિની ફટાફટ વોશરૂમમાં જાય છે અને એશાને કોલ કરે છે. એશા ફોન ઉપાડે છે.રિની- એશાડી તું યાર મેસેજનો રિપ્લાય તો કર..! હું ટેન્શનમાં આવી ગઈ હતી.એશા- સોરી યાર.. ક્લાઈન્ટ બેઠા હતા તે હમણાં જ ગયા અને તારો કોલ આવ્યો.રિની- હવે કોલ ચાલુ જ રાખજે મારે મીટિંગમાં જ જવાનું છે. સિયા એ મને બ્લુટૂથ આપી રાખ્યું છે જેમાં લાઈટ નથી થતી તેથી કોઈને ખબર નહીં પડે. રિની ફટાફટ બહાર જાઈ છે. પરાગ અને રિની બંને મીટિંગ રૂમમાં જાય છે. પરાગ બધાનો પરિચય આપે છે