વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|11|“યુ નો આપણે બેય આમ ઓન એર હોઇએ એટલે કે હવામા ઉડતા હોઇએ તો કોણ પહેલા દીવ પહોંચે.” બસ તરફ આવતા એ હાથ લંબાવીને મને ફ્લાઇટ વગર કઇ રીતે ઉડાય એ શીખડાવે છે. હુ બસ એની સાથે ચાલતો જઉ છુ. વાતો કરી-કરીને હવે થાક્યા એટલે મસ્તી એ વળગ્યા. પણ જ્યારથી એને મળ્યો હુ ફરી બોલતો થઇ ગયો.મારા કાંઇ ન કરવા છતા એના સ્વભાવને ખાલી જોઇ રહેવામા જ મને મારા ઘણા બધા સવાલો ના જવાબ મળી ગયા. “એ ચલ ને તુ બી ઉડને મારી સાથે. ડોન્ટવરી બાબા મને લેન્ડ કરતા આવડે છે.” કહીને મારો હાથ એની તરફ