સંબંધોની કસોટી - 4

  • 2.5k
  • 858

'શું કહેવું છે નીલ બોલને ' નેત્રાએ નીલનો હાથ પોતાના હાથ વચ્ચે મૂકીને પૂછ્યું. 'નેત્રા....હું બહુજ નાનો હતો કદાચ 2-3 મહિનાનો જ અને મારાં પપ્પા અમને મૂકીને ચાલ્યા ગયા. મારી મમ્મીએ જ મને મા અને બાપ બન્નેનો પ્રેમ આપ્યો છે. હું સમજણો થયો અને સ્કૂલ જતો થયો તો ત્યાં મારાં ફ્રેન્ડ્સના પપ્પા બધી ઈવેન્ટ્સમાં આવે, એટલે હું મમ્મીને પૂછતો કે મમ્મી મારાં પપ્પા ક્યાં છે તો એ એમ જ કહેતી કે એ હવે આપણી વચ્ચે નથી ભગવાનના ત્યાં છે, હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે મને એ જૂઠું લાગવા લાગ્યું. મને મારાં પપ્પા મને અને મમ્મીને છોડીને જતા