જીંગાના જલસા - ભાગ 3

  • 3.4k
  • 1.2k

પ્રકરણ 3 આગળ આપણે અચલગઢ કિલો અને વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી તથા જીંગાભાઈના ભડાકા જોયા હવે આગળ.... "બ્રહ્માકુમારી પીસપાર્ક" માઉન્ટ આબુના અરાવલી પર્વત પર આવેલ છે. પીસ પાર્ક વિભિન્ન, મનમોહક સુંદર ફૂલોથી ખીલી ઉઠેલ કુદરતી સૌંદર્યનું એક અનોખું ઉદાહરણ છે. પીસપાર્કનું આધ્યાત્મિક સૌંદર્ય વધારવા "ઉલ્હાસ નગર સેવા કેન્દ્ર" તરફથી વૈકુંઠધામના વિવિધ પ્રસંગોનું મૂર્તિઓ દ્વારા સુંદર મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અનેક વર્કિંગ મોડેલોથી સુસજ્જિત વૈકુંઠ દર્શન નિહાળવાનો લ્હાવો લેવા જેવો છે. દેવી-દેવતાઓની વર્કિંગ મૂર્તિઓથી બનેલ સુંદર મનમોહક ઝાંખીઓનું શુભ ઉદ્ઘાટન "પ્રજાપતિ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય"ના મુખ્ય પ્રશાસનિકા આદરણીય દાદી જાનકીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આખા પાર્કમાં રંગબેરંગી અનેક પ્રકારના ફુલછોડ આયોજન બંધ રીતે વાવવામાં