દુવા

(20)
  • 4.4k
  • 2
  • 992

? " દુવા " ?મુંબઈ એટલે મહાનગરી , ચોમાસાની સિઝન એટલે બરખા રાનીએ પુરા જોશમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો . પુરી બમ્બઈ નગરીમાં કાળા વાદળોનો કહર જામ્યો હતો વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું , રસ્તે ચાલતા રાહગીરોની પોતપોતાના સ્થાને પહોંચવાની હોડ રસ્તા પર નજર આવી રહી હતી .એ જ સમયે ઘરેથી પોતાના પિતાનો ફોન આવતા જ ઓફિસનું કામ ફટાફટ સમેટીને શ્રીકાંત હોસ્પિટલ તરફ જવા નીકળ્યો . ......શ્રીકાંત એના માતા-પિતાનું એકનું એક સંતાન હતો . શહેરની મોટી કંપનીનો માલિક , જીવનમાં દરેક રસ્તે ઈમાનદારી અને નીતિનિયમોથી ચાલવાવાળો માણસ , પોતાના સ્ટાફની એક એક વ્યક્તિની કોઈપણ મુસીબતમાં ખડે પગે રહેનારો હતો