રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 25 (સમાપ્ત)

(88)
  • 5.1k
  • 3
  • 1.5k

કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત સમાપ્ત.. _______________________________________ માર્ટ અને એના સાથીદારો સળગતા ટાપુને આખરી સલામ કરીને કાર્બ્યુ ભાષાવાળા વનવાસીઓને પોતાની સાથે હોડીમાં લઈને આર્જેન્ટિના જહાજ તરફ પાછા વળ્યાં. ******************** મેં જહાજના તૂતક ઉપર ઉભા-ઉભા દૂરથી માર્ટને પોતાના સાથીદારો સાથે અમારી તરફ આવતો જોયા. જયારે ત્રણેય હોડીઓ જહાજ પાસે આવી ત્યારે એની સાથે હોડીમાં જંગલી જેવા લાગતા વનવાસીઓ પણ હતા. માર્ટ આ લોકોને પોતાની સાથે કેમ લઈ આવ્યો હશે એ જોઈને મને અચરજ થયું. જેવો માર્ટ જહાજ પાસે આવ્યો કે તૂતક ઉપર રહેલા નાવિકોએ હોડીમાં સીડી લંબાવી અને માર્ટ ઉપર આવી ગયો. "માર્ટ આ જંગલી જેવા લાગતા લોકો કોણ છે..?