જોતજોતામાં સમય વિતવા લાગ્યો એકબીજા વિના. ખુશ તો ના કહી શકાય બંનેને પરંતુ અમુક અંશે આગળ વધેલા કહીં શકાય. એક દિવસ બેઠાં બેઠાં જૈમિક એના મોબાઇલમાં ફેસબૂક વાપરી રહ્યો હતો. એક પછી એક પેજ સ્વાઇપ કરી રહ્યો હતો ને અચાનક ફેસબુક પર આવેલી એક પોસ્ટ જોઈને જૈમિકના હાથ ધ્રુજવા લાગ્યાં. ફેસબુક પર આવેલી એક પોસ્ટ જેણે જૈમિકને ફરીથી એજ અંધકારમાં ધકેલી દીધો જ્યાંથી એ બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા ફેસબૂક પર જોયેલી એ પોસ્ટ બીજા કોઈની નહીં નેત્રિની જ હતી. પોસ્ટ કાંઈક એવી હતી એંગેજમેન્ટ વિથ ..........! પોસ્ટ જોતાં જ જૈમિકનું મન ભરાઈ આવ્યું,