ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-15 નીલાંગને આજે તક મળી હતી પોતાની કેરીયરમાં એવો ચાન્સ હતો કે જેની એ રાહ જોઇ રહ્યો હતો. શહેરના સુપ્રસિધ્ધ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અનુપકુમારનો એકનો એક દીકરો અમોલ અને એની વાગદાતા અનિસાની આમ હત્યા ? કેવી રીતે માની શકાય ? આમાં ઘણાંને શંકા હતી કે આ આત્મહત્યા નથી હત્યા છે. અને એની તપાસ થવી જોઇએ. નીલાંગે વિચાર્યુ કે આવા કોર્પોરેટ જગતનાં માંધાતા નાં ઘરમાં 6 મહીનામાં જ આવુ બન્યુ એવો કેવો પ્રેમ એવાં કેવાં લગ્ન અને આ મીસ્ટ્રી હજી લોકો સુધી તો આવીજ નથી હવે જાણશે બધાં. જબરજસ્ત મસાલો મળવાનો છે એ નક્કીજ. નીલાંગ આવાં વિચારોમાં હતો અને ગણેશ કાંબલેએ