જીવન સંદેશ

(12)
  • 3.2k
  • 1.2k

"કેટલો સમય છે અમારી પાસે?"ડરતાં ડરતાં અને ધ્રૂજતાં ધીમાં સ્વરે આદિત્યએ ડોક્ટરને પૂછ્યું. સારા સમાચારની આશા તો હતીજ નહીં, બસ બહું વધારે ખરાબ ના હોય. ડોક્ટર ત્રિપાઠીએ ઊંડો શ્વાસ ભરતાં આદિત્યને જાણ કરી."વધુમાં વધુ... છ મહિના."જાણે છરી ફેરી ગઈ હોય અને આદિત્યના હૃદયના કોઈએ હજાર ટુકડાં કરી નાખ્યાં. રિપોર્ટ હાથમાં લઈ, એ ચૂપચાપ ડોકટરને ત્યાંથી ઘરે જવા નીકળી ગયો. મગજ બહેર મારી ગયું અને એક અ જ વિચારે આદિત્યને જકડી રાખ્યો. અનુરાધા સાથેનો વીસ વર્ષનો અતૂટ રિશ્તો ....અને હવે ફક્ત છ મહિના?!?અનુંના બ્લડ કૅન્સરે ભાવનાઓ અને જીવનનો આખો ચહેરો બદલી નાખ્યો હતો. કારમાં બેઠા પછી, અને ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં અનું