ભાગ:11 ૐ(આગળનાં ભાગમાં આપણે જોયું કે નીયા બેહોશ થઇ ગઇ હતી, તેમજ નીયાની ડાયરી પણ ખોવાઇ ગઇ હોય છે, અને ઘણાં પ્રયત્નો કરવા છતા તે મળતી નથી, તે થોડાં દીવસ માટે બધાંથી દુર એકલી શાંતી આશ્રમ જવાની તૈયારી કરે છે. હવે આગળ..)નીયા શાંતી આશ્રમ પહોંચી ગઇ છે, વિશાળ બગીચો, જેમાં જાત-જાત નાં વૃક્ષો, આ વિશાળ ક્ષેત્રમાં વચ્ચે ખૂબ સુંદર અને સીધુ-સાદું મકાન જેમાં એક બાજું પ્રાથનાખંડ, ત્યાં આવતાં લોકો રોજ ભજન કરતા અને મનની શાંતી અનુભવતા, તેમજ ત્યાં ધ્યાન ધરીને શાંતીથી બેસવા માટેની પણ સારી વ્યવસ્થા હતી.નીયાએ અહીં થોડા દિવસો