મૃત્યુનું મધ્યાંતર - 1

(29)
  • 4.3k
  • 3
  • 1.6k

‘પ્રકરણ - પ્રથમ /૧‘અરે.. યાર, નો... નો.. નો... કાર તો નહીં જ, જવું છે તો બાઈક પર જ. પ્લીઝ અજીત. આવતીકાલનો આપણી સંગાથનો છેલ્લો સન્ડે મારે તારી જોડે દિલ ફાડીને જીવવો છે, બસ.’ ઈશિતાએ બન્ને હાથ અજીતની કમર ફરતે વીંટાળીને કહ્યું.‘અરે! પણ પાગલ, આખો દિવસ બાઈક પર...અને એ પણ આવડા મોટાં મુંબઈ શહેરમાં. ફરવાં જવું છે કે મરવા...? અરે યાર થાકીને લોથપોથ થઈ જઈશું. બેટર છે કે કારમાં જઈએ.’ વારંવાર ઈશિતાના ગોળમટોળ ગાલ પર આવી જતી તેની વાળની લટોને સરખી કરતાં અજીત બોલ્યો. ઈશિતા બોલી, ‘મને તારી જોડે જે રીતે બિન્દાસ તોફાન, મસ્તી, ધમાલ કરીને ફરવું છે, તે મજા બાઈકમાં જ આવે, કારમાં