એક ક્ષણનું મિલન અને બધા તફાવતો ઓગળી ગયા. માણેકચોકની એ ગલીમાં નીતિન અને રિધિમાંને પોતાનું સ્વર્ગ મળ્યું. આ મિલન પૂરું થયું કે નીતિન રિધિમાંથી અળગો થઈ ગયો, અને એનાથી ઊંધો ફરી ગયો. રિધિમાં પણ શરમના માર્યે લાલ થઈ ગઈ હતી. નીતિનની સામે જોવા માટે પણ એને શરમ આવી રહી હતી. એ પણ ઊંઘી ફરી ગઈ. પોતાના હોઠ પર એની આંગળીઓ મૂકી અને એ ક્ષણ જાણે ફરીથી આવી ગઈ. અને એની આંખો શરમના માર્યે ઝૂકી ગઈ. નીતિન સ્વસ્થ થયો થોડીવારમાં અને બાઈક પર બેઠો. જોકે એ બાઈકસવારોની મસ્તાનગીના લીધે રિધિમાંને તો કોઈ નુકસાન ન થયું. પણ એણે પોતાનો દુપટ્ટો સેફટીપિનથી નીકાળી