પડછાયો - ૧૪

(36)
  • 3.9k
  • 1
  • 1.5k

પડછાયો કાવ્યાને સ્પર્શ્યા વિના જ ફક્ત હાથના ઈશારે ઢસડીને છત પર લઈ આવ્યો હતો. તેણે કાવ્યા સાથે વાત કરવાની કોશિશ કરી તો કાવ્યા તેને સાંભળ્યા વિના જ છતની પાળ પર ચઢી ગઈ અને તે અજાણતાં જ પાળ પરથી બીજી તરફ નીચે પડી ગઈ અને જોરથી ચીસ પાડી. તેની ચીસ સાંભળી રસીલાબેન અને કવિતાબેન છતના દરવાજા તરફ દોડ્યાં. સેકન્ડ ફ્લોરની છત પરથી કાવ્યા નીચે પડી રહી હતી અને જમીનથી એકાદ ફૂટ જેટલી જ દૂર હતી ત્યાં તેને કોઈએ પકડી લીધી હોય એવું લાગ્યું. તે હવામાં જ ઊભી થઈ ગઈ અને ઊડીને પાછી છત પર પડછાયો જ્યાં ઊભો હતો ત્યાં આવી ગઈ અને