અમર પ્રેમ - 6

(18)
  • 3.7k
  • 1
  • 1.8k

જોરાવરસિંહ બાપુ પોતાની ડેલીએ ડાયરો ભરીને બેઠા હતા.રામા-રાત બાપુને પગચંપી કરતો હતો.ભગો નાઇ બાપુને માથામા તેલ નાંખી માલિશ કરતો હતો અને બીજા ચાર-પાંચ જણા બાપુની આજુ-બાજુ બેસી દુકાળના વષઁની તથા ગામ લોકોની તકલીફની ચિંતા કરતા વાતો કરતા હતા,આ બધા વચ્ચે ચલમો તથા હુક્કા સાથે ચા-પાણી ચાલતા હતા. વનેચંદ વાણિયો તથા મુખીને એક સાથે પ્રવેશતા જોઈ બાપુએ આવકારો આપી બોલાવ્યા બાપુ:આવો આવો વનેચંદભાઇ,મુખી તમે અમારે આંગણે અત્યારે કાં ભૂલા પડયા ? વનેચંદ તથા મુખીએ બાપુની ખબર-અંતર પૂછીને બાપુને ઘણી ખઅમમાં ગામના દાતાર જુગ જુગ જીવો કહી કુર્નિશ બજાવી હાજરી પુરાવા. બાપુ:ભલે પધાર્યા ,તમે બન્ને સાથે