એ પેહલી નોકરી

(14)
  • 2.2k
  • 1
  • 810

*એ પહેલી નોકરી*. વાર્તા... ૨૪-૪-૨૦૨૦ એ પેહલી નોકરી જિંદગી ભર યાદગીરી બની રહી.... અવની એક ધનાઢ્ય પરિવારની દીકરી હતી અને પિતા એ નક્કી કરેલા રાજન જોડે લગ્નથી જોડાઈ ગઈ... રાજન પણ ધનાઢ્ય પરિવારનો નબીરો હતો... અવની બાર જ પાસ હતી અને નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં... પિયરમાં સૌથી નાની અવની અને સાસરીમાં સૌથી મોટી વહુ બનીને આવી.... અવની ચોવીસ વર્ષે બે સંતાનો ની માતા બની.. અને બે દિયર અને નાની નણંદ નાં લગ્ન થઈ ગયાં... અને આ બાજુ પિયર માં પિતાનું આકસ્મિક અવસાન થયું અને ભાઇઓ એ મિલ્કત માં થી ભાગ નાં આપવો પડે એટલે સંબંધ જ કાપી નાખ્યો....