યોગ-વિયોગ - 48

(369)
  • 22.1k
  • 11
  • 14.2k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૮ એરપોર્ટ ઉપર ઊભેલી શ્રેયાએ પોતાની ઘડિયાળ જોઈ. લગભગ સાડા આઠ થવા આવ્યા હતા. સાડા નવની ફ્લાઇટ એને સાડા દસે ગોવા ઉતારે. અલયની હોટેલ પહોંચતા બીજો અડધો કલાક... ‘‘ત્રણ કલાકમાં તો હું અલયના બાહુપાશમાં હોઈશ.’’ શ્રેયા રોમાંચિત થઈ ઊઠી. એણે અલયને કહ્યું હતું કે પોતે ચાર દિવસ પછી આવશે, પણ એનું કામ બે જ દિવસમાં પતી ગયું. બહુ મહત્ત્વની ડીલ માટે શ્રેયા કેટલાય દિવસથી બિઝી હતી. એને મુહૂર્ત પછી અલયના શૂટ પર જવાનો સમય પણ નહોતો મળ્યો. સૂર્યકાંત અમેરિકા ગયા ત્યારે થોડી વાર માટે શ્રીજી વિલા ગઈ એટલું જ... ઘણા દિવસ થયા એ અલયને નિરાંતે