ખાલીપો - 6 (પહેલી મુલાકાત)

  • 3.5k
  • 1.3k

સવારે ઉઠીને મસ્ત તૈયાર થઈ, શાળાએ રોજ કરતા અડધી કલાક વહેલી જ પહોંચી ગઈ. આજ દિપકની ખબર લેવાની હતી, સાલો આવ્યો કેમ નહીં. આજે મેં પહેલી વખત મોટો ચોટલો લીધો હતો, મોઢે થોડો પાઉડર લગાવ્યો હતો, સોનલ બહેને લગ્ન વખતે આપેલી લિપસ્ટિક લગાવી હતી. જો કે હું ક્લાસમાં સૌથી સુંદર છોકરી ના હતી પણ કોઈકનું એક વખત ધ્યાન પડે તો નજર હટાવી પણ ના શકે. ક્લાસના અમુક વાંદરાઓ કમલ, દિવ્યેશ, હિતેશ વગેરે પાછળ પડી જ રહેતા પણ મારા સ્વભાવને લીધે દૂર ભાગતા. શું દિપક પણ મારાથી ડરીને આવ્યો નહીં હોય? ત્યાં રેખા આવી, આવતા જ મને પૂછ્યું કે મારા માટે