રાજધાની એક્સપ્રેસ આબુરોડ સ્ટેશને પહોંચ્યો ત્યારે રાતના 10 વાગી ગયા હતા. આ સમયે પણ સ્ટેશન ઉપર પેસેન્જરોની ભારે ભીડ હતી. માઉન્ટ આબુ પર એક 3 સ્ટાર હોટેલ મુંબઈથી જ બુક કરાવી દીધી હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી પણ અત્યારે રાત્રે માઉન્ટ આબુ કઈ રીતે પહોંચવુ એ ચિંતામાં અભિજીતે સ્ટેશન ઉપર એક કુલી ને પૂછ્યું." મારે અત્યારે માઉન્ટ આબુ પહોંચવું છે. હોટલમાં મારું બુકિંગ છે. અત્યારે કોઈ વાહન મળશે ? "કુલી આ અજાણ્યા પણ શ્રીમંત દેખાતા યુવાનને બે ઘડી જોઈ રહ્યો. " અરે સાહેબ રાતના બે વાગે પણ માઉન્ટ આબુ જવા માટે તમને અહીંથી જીપો