બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 15

  • 2.6k
  • 880

વિજયની વાત સાંભળી વાણીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી. તેને રડતી જોઈ વિજયને ખૂબ નવાઈ લાગી. વિજય જીવનમાં પહેલી વખત કોઈ અજાણ વ્યક્તિને તેના માટે રડતી જોઈ રહ્યો હતો. વિજયની અંદર એક નવી લાગણીએ જન્મ લીધો હતો. તે પોતે જ આ લાગણીને સમજી ન હતો શકતો. કોઈ તેના માટે રડી રહ્યું છે એ જોતા વિજય ખૂબ ખુશ હતો પણ સાથે તેને એ વાતનું દુખ પણ હતુ કે તેણે કોઈ વ્યક્તિને રડાવી છે. તેણે વાણીનો હાથ પકડવાની કોશિશ તો કરી પણ તે આગળ વધવાની હિંમત ન કરી શક્યો. તે સારી રીતે જાણતો હતો કે તેની અને વાણી