અજાણ્યો શત્રુ - 20

(11)
  • 3.8k
  • 3
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે રાઘવ અને મેરી વચ્ચે યોજના માટે વાતચીત થાય છે અને તે બન્ને સાથે કામ કરવા માટે સંમત થાય છે. મેરી મિલીને પણ પોતાની સાથે કરી લેવાની રાઘવને ખાતરી આપે છે. હવે આગળ........ ****** દિવસ હજુ ઉગ્યો નહતો, પણ પૂર્વ દિશામાં સૂર્યદેવનાં આગમનની છડી પોકારાતી હોય એમ લાલાશ પડતો કેસરી અજવાસ ફેલાઈ ગયો હતો. રાતની અંધકાર ભરી ઉંઘમાંથી શહેર હવે ધીરે ધીરે જાગી રહ્યું હતું. રાઘવ છેલ્લા કલાકથી હર્બિનનાં મુખ્ય બજાર પાસે કોઈની વાટ જોતા ઉભો હતો. રાઘવ એ વ્યક્તિને ઓળખતો તો નહતો, વાઈટ શર્ટ અને જમણા હાથમાં કાંડાથી કોણી સુધી ૐ નું ડિઝાઇનનર ટેટૂ. એટલી