ઊંડી ઊતરી ગયેલી ને ચકળ-વકળ ફરતી આંખોથી છેલ્લાં શ્વાસને પારખી ગયેલ ડોસાએ આજુબાજુ જોવા પ્રયત્ન કર્યો. પથારીમાંથી ઉભું થવાય એવી સ્થિતિ તો હતી નહીં. ઉંમર અને કથળી ગયેલું શરીર અને હીબકાં ભરતો શ્વાસ; પુત્ર અને પુત્રવધુની જેમ મોં વાંકુ કરીને રોજની જેમ વર્તાવ કરી રહ્યા હતાં. હિમ્મત ભેગી કરીને તે ડોસાએ ઘરમાં નજર દોડવવા ડોક ફેરવી. આંખનું તેજ સાથ આપે તેવું લાગતું નહોતું. આંખની દ્રષ્ટિ અને ગળામાં ઘૂંટાતા શ્વાસને જાણે ઘરમાં ધુમાડો થયો હોય કે કોઈ વરસાદી વાદળ ઘેરાયું હોય તેવું લાગતું હતું. બેઠકરૂમ બાજું થોડું અજવાળું હોય એવું લાગ્યું હતું, પણ તે દ્રશ્ય ઝાંખું થઈ રહ્યું હતું. ઝુલા પર