લવ રિવેન્જ - 29

(113)
  • 11.1k
  • 8
  • 3.8k

લવ રિવેન્જ પ્રકરણ-29 “અંકલ....! સમૃદ્ધિ એકઝોટીકા લઈલોને....!” અંકિતાએ ઓટોની પાછલી સીટમાં બેસતાં ઓટો ડ્રાઇવરને કહ્યું. અંકિતાનાં બેઠાં પછી લાવણ્યા પણ ઓટોમાં તેણી જોડે બેસી ગઈ. લગભગ બે કલ્લાકે બરોડાં પહોંચ્યાં પછી બંનેએ સ્ટેશનની બહારથીજ ઓટો કરી લીધી હતી. “પંદર મિનિટનોજ રસ્તો છે...!” અંકિતાએ પોતાનાં ફોનમાં “સમૃદ્ધિ એકઝોટીકા” નું લોકેશન મેપમાં બતાવતાં કહ્યું. “હમ્મ....!” લાવણ્યાએ હુંકારો ભર્યો અને આગળ જોવાં લાગી ઓટોવાળાએ સ્ટેશનની બહાર ઓટો ચાલવીને મુખ્ય રસ્તા પર લીધી. “શું વિચારે છે....!?” અંકિતાએ વિચારોમાં ખોવાયેલી લાવણ્યા સામે જોઈને પૂછ્યું. “હમ્મ....! બસ...! કઈંનઈ....!” લાવણ્યાએ પરાણે સ્મિત કરીને વાત ટાળતાં કહ્યું. લાવણ્યા ફરીવાર ઈમોશનલ