સપના અળવીતરાં - ૬૮

(24)
  • 3.4k
  • 2
  • 748

સપના અળવીતરાં ૬૮"આ...આ બધું શું હતું, સમીરા? "રાગિણી ઢગલો થઈ ઢળી પડી એટલે સમીરાએ હળવેથી તેની હથેળીઓ રાગિણીની હથેળીઓથી દૂર કરી. તે પોતાની જગ્યાએથી ઉભી થઈ અને રાગિણીને સરખી સુવડાવી. કેતુલ પણ ત્યાં સુધીમાં સૂઈ ગયો હતો એટલે એને ઘોડિયામાં સૂવડાવી કોકિલાબેન, સમીરા અને બાકી બધા હોલમાં આવ્યા. સમીરાએ કોકિલાબેન સામે જોયું. કોકિલાબેનનો ડાબો હાથ છાતી પર ભીંસાયેલો હતો અને જમણો હાથ કેદારભાઈના હાથને સજ્જડ પકડી પોતાની ધ્રુજારી શમાવવાની કોશિશમાં હતો. એમના ચહેરા પર અનેક પ્રશ્નો હતા, જેને કેદારભાઇએ વાચા આપી. કેદારભાઈનો અવાજ પણ સ્હેજ ધ્રુજી રહ્યો હતો. રાગિણીની આવી હાલત બધાએ પહેલીજ વાર જોઇ હતી. પણ સમીરાએ જે સિફતથી