રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 23

(63)
  • 4.3k
  • 2
  • 1.3k

[કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત] માર્ટ એના સાથીદારો સાથે સળગતા ટાપુ ઉપર.. ________________________________________ જહાજને ટાપુથી એક માઈલના અંતરે ઉભું રાખી દેવામાં આવ્યું. ખલાસીઓએ ફટાફટ જહાજનું લંગર નાખી દીધું. માર્ટ પોતાના દસ સાથીદારો સાથે તૈયાર જ ઉભો હતો. જેવું જહાજ ઉભું રહ્યું કે તરત જ માર્ટ અને એના સાથીદારોએ ત્રણ હોડીને દરિયામાં ઉતારી દીધી. હું જહાજના તૂતક ઉપર ઉભો ઉભો આ નવયુવાનોની પોતાના મિશન પ્રત્યેની ધગસ જોઈને અંદરો અંદર આનંદિત થઈ રહ્યો હતો. સૌથી પહેલા માર્ટ જહાજના તૂતક ઉપરથી હોડીમાં કૂદી પડ્યો. "કોર્નબટ , મિલ્ટન ચાલો આવી જાઓ જલ્દી..' માર્ટ હોડીમાં ઉભો રહીને બોલ્યો. "આપણા હથિયારો..!! લઈ જવા છે કે નહીં