જ્યારે નેત્રિ એના લીધેલા નિર્ણય પર હતાશ થઈ શકતી હોય તો સ્વાભાવિક છે કે જૈમિક તો હતાશ થાય જ. જૈમિકને મન તો જાણે એનું બધુંજ લૂંટાઈ ગયું હોય એવો અનુભવ થાય છે. જૈમિક બસ નેત્રિના જ વિચારોમાં ખોવાયેલો રહે છે અને વિચાર્યાં કરે છે કે આવું મારી સાથે જ કેમ થયું.....? રાત્રે સૂવાના સમય પથારીમાં પડેલ જૈમિક ભીની આંખે વિચારે છે કે મેં કોઇનું શું બગાડી દીધું તો મારી સાથે આવું થયું.....? મારો શું ગુનો થઈ ગયો તો નેત્રિ મારાથી દૂર થઈ ગઈ. મેં હમેશાં એની સાથે વફાદારીથી સંબંધ નિભાવી રાખ્યો એનું મને