કલાકાર ભાગ – 11 લેખક – મેર મેહુલ રાતનો એક થયો હતો. સેક્ટર-5 માં બંગલો નં – 24 થી થોડે દુર એક અર્ટિગા અને એક ઇનોવા આવીને ઉભી રહી. એક કારમાંથી અક્ષય એન્ડ કંપની ઉતર્યા અને બીજી કારમાંથી પેલો ખબરી અને તેનાં સાથીદારો ઉતર્યા. આર્ટિગા તેની સાથે રાજીવ પણ હતો, જેનાં હાથમાં હઠકડી લગાવેલી હતી. અક્ષયે તાત્કાલિક ધોરણે ખબરીઓને બોલાવી લીધાં હતાં. પોતાનાં માણસો ઝડપાઇ ગયાં છે એ વાતની જાણ થાય એ પહેલાં કિરણ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. રાજીવને આગળ રાખી ધીમેધીમે બધા આગળ વધવા લાગ્યાં. રાજીવે જઈને મુખ્ય દરવાજો નૉક કર્યો. થોડીવાર પછી એક યુવતીએ