પડદા પાછળના કલાકાર - 4 - કાશ્મિરસિંગ . એક અંધકારયાત્રા : માતૃભૂમિ માટે

  • 5.5k
  • 2.2k

કાશ્મિરસિંગ અંધકારયાત્રા : માતૃભૂમિ માટે 2008, વાઘા અટારી બોર્ડર. લાહોર 28 કિલોમીટર અને અમૃતસર 27 કિલોમીટર. રેડક્લિફ નામના અંગ્રેજ ઓફિસરે 1947માં દોરેલી સરહદરેખા આ બંને ગામોની મધ્યમાંથી પસાર થાય છે. હૈયેહૈયું ભીંસાય એટલી જનમેદની હાજર છે. 'વંદેમાતરમ ' અને 'ભારતમાતાકી જય' ના નારાથી વાતાવરણ ગુંજી રહ્યું છે.ત્યાં હાજર લશ્કરના જવાનો ટોળાને નિયંત્રિત કરી રહ્યા છે. પાર્કિંગ એરિયા નાના-મોટા વાહનો થી ભરાઈ ગયો છે. દરેક વખતે સૂર્યાસ્ત સમયે ‘બિટિંગ રિટ્રીટ’ તરીકે ઓળખાતી પરેડ અહીંનું પ્રમુખ આકર્ષણ છે.૧૯૬૫થી નિયમિત રીતે ચાલી આવતી આ પરેડમાં બંને દેશના સૈનિકો ‘ગુસ માર્ચિન્ગ’ તરીકે ઓળખાતી કવાયત કરે છે. જેમાં તેઓ પોતાના બંને પગ માથા સુધી ઊંચા લાવે છે.