સુંદરી - પ્રકરણ ૨૪

(87)
  • 5k
  • 4
  • 3.3k

ચોવીસ બધાના અને ખાસકરીને વરુણના આશ્ચર્ય સાથે સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર તરીકે લેડી પ્રોફેસર સુંદરી શેલત સ્પોર્ટ્સ રૂમમાં પ્રવેશ્યા. સુંદરીને જોતાની સાથેજ વરુણ પોતાના નસીબ પર વિશ્વાસ ન કરી શક્યો તેણે પોતાની આદત અનુસાર ફરીથી પોતાના જમણા હાથની પહેલી આંગળીને પોતાના દાંત વચ્ચે દબાવી અને ખરાઈ કરી લીધી કે તેની સમક્ષ સુંદરી જ ઉભી છે. રૂમમાં પ્રવેશતાંની સાથેજ સુંદરીએ તેનું વરુણના શબ્દોમાં ‘કાતિલ સ્મિત’ ફરકાવ્યું અને વરુણના પગ ઢીલા થવા લાગ્યા, પરંતુ તેણે ગમેતેમ કરીને પોતાની જાતને સંભાળી. “તમને નવાઈ લાગશે કે હિસ્ટ્રીની પ્રોફેસરને સ્પોર્ટ્સ સાથે શું લેવાદેવા? અને સાચું કહું તો મને પણ સ્પોર્ટ્સમાં ખાસ રસ નથી સિવાય કે ક્રિકેટ મેચ