રેમન્ડો એક યોદ્ધો - 2

(40)
  • 2.7k
  • 2
  • 1.3k

આખલા સાથેના દ્વંદ્વયુદ્ધમાં રેમન્ડોનો વિજય.. રેમન્ડો અને અમ્બુરા ટુમ્બીયા પર્વત તરફ સુતર્બ નામની જડીબુટ્ટી લેવા ગયા.. ________________________________________ "રેમન્ડો..' કોણ હશે..? રેમન્ડો નામ સાંભળતાની સાથે જ આજુબાજુની જનમેદનીમાં સોપો પડી ગયો. ફક્ત જાતર્ક કબીલાના લોકો જે બાજુએ બેઠા હતા એ તરફથી રેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા. આ જોઈને અમ્બુરાનું મોં વિલાઈ ગયું. "યુવાન કોણ છે.. તું..? વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પોતાના આસન ઉપરથી ઉભો થતાં બોલ્યો. અને પોતાને અમ્બુરાની તલવારના ઘા થી બચાવનાર પ્રભાવશાળી યુવાન તરફ વેલ્જીરિયાનો મુખીયો કમ્બુલા પ્રશ્નાર્થ નજરે તાકી રહ્યો. "આપાજી હું જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુનો પુત્ર રેમન્ડો છું.. અને અહીંયા આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યો છું..' રેમન્ડો