પ્રતિક્ષા - ૫૩

(25)
  • 3.7k
  • 4
  • 748

ડોરબેલનો અવાજ સાંભળી ઉર્વા તરત જ દરવાજો ખોલવા દોડી ગઈ. જેવું તેણે ધાર્યું હતું રઘુ તેની વાગ્દત્તાને લઇ સમયસર પહોંચી ગયો હતો. “આવો આવો... ફ્લેટ શોધવામાં કોઈ તકલીફ ના પડી ને!” ઉર્વા આવકારતા પૂછી રહી. “ના... ના... બિલકુલ નહિ. અચ્છા આ બંદિશ છે. મારી થવા વાળી વાઈફ...!” રઘુ ફ્લેટમાં અંદર આવતા બંદિશની ઓળખાણ કરાવી રહ્યો. ઉર્વા જોઈ રહી બંદિશને... પીળા બુટ્ટાવાળી કેસરી રંગની ગુજરાતી ઢબે પહેરેલી સાડી તેના ભરાવદાર શરીર પર જચી રહી હતી. તે ૩૫-૪૦ ની વયે પહોંચેલી કોઈ ગૃહિણી જેવી દેખાતી હતી. તેનો વર્ણ હલકો શ્યામ હતો પણ તેના નેણ નક્શ તીખા હતા. એકબાજુ વ્યસ્થિત ગુંથેલા કેશ તેની