જીવન સંગ્રામ 2 - 19

  • 1.8k
  • 1
  • 946

પ્રકરણ 19 આગળ આપણે જોયું કે બધા મિશન પર જવાની તૈયારી કરી લીધી છે.હવે લોકેશન આવે એટલે નીકળવા માટે બધા રાહે છે... હવે આગળ.... ચાર વાગ્યે રોકીને કચ્છના જખોબંદરથી ૨૫ કિલોમીટર દૂર કચ્છના અખાતનું લોકેશન આવે છે. એટલે નક્કી થયા મુજબ ટેક્સીઓમાં ગર્લ્સ બેસાડવા લાગ્યા. પાંચ ટેક્સીઓ પંદર પંદર મીનીટના અંતરે રવાના કરવામાં આવી. અંદર બેઠેલી બધી ગર્લ્સને ક્લોરોફોર્મ સુંઘાડ્યું હોવાનું નાટક કરવામાં આવ્યું અને બધી મહિલા પોલીસ કે જે ગર્લ્સ બનીને જાય છે તે બેહોશ બની ગયા હોય એમ ટેક્સીની સીટ પર પડી રહી. બધી ટેક્સી પાછળ રોકીના માણસો જે રાજનની ટીમના સભ્યો છે એ બાઈક લઈને રવાના થાય