પડછાયો - ૧૧

(39)
  • 4k
  • 2
  • 1.5k

અમનના અમેરિકા ગયા પછી કાવ્યા દુઃખી હતી અને ડરેલી પણ. તેના ડરનું કારણ નયનતારાએ કરેલી ભવિષ્યવાણી હતી. ભવિષ્યવાણી અનુસાર શનિવારે પડછાયો ફરી પાછા દર્શન આપવાનો હતો અને તે શનિવાર કયામત લાવવાનો હતો. કાવ્યા ખૂબ જ ડરી ગઈ હતી પણ અમનને એ વાતનો અણસાર સુધ્ધાં આવવાં દીધો નહોતો. તે નહોતી ઈચ્છતી કે અમન અમેરિકા જવાનું માંડી વાળે આથી તેણે અમનને હસતાં મુખે વિદાય આપી રવાના કર્યો હતો. પણ તેના મનમાંથી ડર હટવાનું નામ નહોતો લેતો. અમનના અમેરિકા ગયા નાં બીજા દિવસે કાવ્યા પોતાના મમ્મી કવિતાબેન તથા સાસુ રસીલાબેન સાથે હસી ખુશીથી સમય પસાર કરવા લાગી. આખો દિવસ બધા મજા મસ્તી કરતાં રહ્યાં.