તરસ પ્રેમની - ૫૬

(52)
  • 5.9k
  • 1
  • 1.9k

રતિલાલભાઈ:- "બહું રાત થઈ ગઈ છે. તમે લોકો હવે જાઓ. હું અહીં રોકાઈ જાઉં છું."પરેશભાઈ:- "ક્રીના અમારી જવાબદારી છે. અમે અહીં રોકાઈ જઈશું. તમે ઘરે જાઓ."નિખિલ:- "કોઈએ અહીં રોકાવાની જરૂર નથી. ક્રીના ઠીક છે હવે. તમે બધાં ઘરે જાઓ. હું છું અહીં ક્રીના સાથે."રજત:- "હા તમે લોકો જાઓ. કંઈ ચિંતા ન કરો. હું નિખિલ સાથે છું અહીં."પરેશભાઈ - મમતાબહેન અને રતિલાલભાઈ - સાવિત્રીબહેન બધા નીકળી રહ્યા હતા. મમતાબહેન:- "મેહા શું બેસી રહી છે? ચાલને."મેહા:- "મમ્મી હું પણ અહીં રહેવા માંગું છું."રજત:- "મેહા તું જા. હું ક્રીનાનુ ધ્યાન રાખીશ કે તારું?"મેહા:- "હું તો ઠીક છું. મને શું થયું છે જો તું મારું