પા પા પગલી

(23)
  • 7.9k
  • 1.6k

જલધિ બારણું ખોલીને ઘરમાં પ્રવેશે છે.ઘર ખોલતા જ સવારનું આવેલું છાપુ પગમાં આવે છે.લઇને એને સાઈડમાં મૂકે છે.ઘર બંધ કરીને એ રસોડામાં જાય છે.રસોડું આમ તો ચોખ્ખું છે પણ થોડું આડુંઅવળું હતું એ સરખું કરે છે.ફ્રીજ ખોલીને પાણી પીવું હતું એટલે ફ્રીજ ખોલે છે તો સવારે બનાવેલું શાક એમ જ પડેલું હતું.તેથી એને ફ્રીજમાંથી બહાર કાઢ્યું.ઓમકાર આજે સવારે જમ્યો નથી એવું લાગ્યુ.ધીરે ધીરે આગળ વધીને બીજા રૂમમાં જાય છે...ઘરના એકે એક ખૂણામાં ફરી વળે છે....કેટલું વ્યવસ્થિત ગોઠવેલું છતાં ઓમકારે અસ્તવ્યસ્ત કરેલું ઘર હતું.ફટાફટ એ ઘર સાફ કરે છે..જમવાનું ઓવનમાં ગરમ કરે છે ઓમકાર માટે...અચાનક એક ચીસ સંભળાય છે "ઓ માં,બહુ