બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 14

  • 2.3k
  • 792

વિજય કોલેજના કામથી શનિવારે જામનગર આવવાનો હતો તેથી શ્રેયાએ વાણીને શનિવારે વિજયને મળવા કહ્યું હતું. વિજય શુક્રવારે જ અમદાવાદથી ઘરે આવી ગયો હતો. વિજય બીજા દિવસે સમયસર કોલેજ પહોંચી ગયો અને કોલેજનું કામ પૂરું કરી અગિયાર વાગ્યે કોલેજમાંથી બહાર નીકળી ગયો. સવારે વિજય ઘરેથી જ્યારે કોલેજ જવા માટે નીકળતો હતો ત્યારે જ વાણીએ મેસેજ કર્યો હતો કે તે તેને બાર વાગ્યે લાખોટા તળાવ પર મળશે તેથી તે કોલેજથી સીધો સ્ટેશન ગયો અને સંજયને કોલ કરી તેને સ્ટેશન બોલાવી લીધો. થોડીવાર પછી સંજય આવ્યો એટલે બંને મિત્રો લાખોટા તળાવ ગયા અને શ્રેયા અને વાણીની રાહ જોવા લાગ્યા. શ્રેયા અને વાણી