જીવસૂષ્ટિની ઢાલ: ઓઝોન

  • 2.3k
  • 502

જીવસૂષ્ટિની ઢાલ: ઓઝોન ઓઝોન શ્બ્દ મુળ ગ્રીક ભાષાના ‘ઓઝો’ શ્બ્દનું અપભ્રંશ છે. ‘ઓઝો’નો મતલબ ‘હું સુંધું છું’ એવો થાય છે. ઈ.સ.1840માં જર્મન રસાયણ શાસ્ત્રી કિશ્ર્ચિયન શોનબેઈને વિધૂત પ્રયોગો દરમિયાન આકસ્મિક રીતેજ ઓઝોન પેદા કર્યો, સુંધી પણ જોયો અને પછી તેનું નામ ઓઝોન પાડયું. ઝાખા ભૂરા રંગનો તે વાયુ ઝેરી છે, વગડામાં કયાંક આકાશી વીજળી ત્રાટકે ત્યારે હવાનો કેટલોક ઓકિસજન તત્કાળ ઓઝોનનું સ્વરૂપ પકડે છે અને તેની લાક્ષણિક ગંધ વરતાય છે. શુધ્ધ ઓઝોન ખુબજ ઝેરી છે.