પરાગિની - 3

(26)
  • 4.1k
  • 2.4k

પરાગિની – ૩ પરાગ તેની ટેવ પ્રમાણે વહેલો ઊઠી કસરત કરે છે. તેના ઘરમાં જ જીમ છે. જીમમાં તે રોજ કલાક કસરત કરતો હોય છે. નાહીને રેડી થઈને તે તેનો બ્રેકફાસ્ટ બનાવે છે. પરાગ તેની રસોઈ જાતે જ બનાવતો હોય છે. જો તે બિઝી હોય તો ક્યારેક કૂક ને બોલાવી લેતો. બ્રેકફાસ્ટ કરી ઓફીસ જવા નીકળે છે. આ બાજુ સાત વાગ્યા હોય છે અને રિની હજી સૂતી જ હોય છે. એલાર્મ વાગે છે પણ તે તેને બંધ કરી ફરી સૂઈ જાય છે. એશા રિનીને ઊઠાડે છે અને કહે છે, રિની તારો આજે ઓફીસમાં પહેલો દિવસ છે, જલ્દી ઊઠ... પહેલા દિવસે જ તું લેઈટ થઈશ. રિની