લવ બ્લડપ્રકરણ-42 ડમરુબાબાનાં આશ્રમ અને આખી પ્રોપર્ટી ફરી ફરીને ભલે લીફ્ટમાં ફર્યા છતાં બધાં માનસિક શારીરીક થાક્યાં હતાં અને એક પછી એક બધાં પોતાના ઉતારા તરફ જઇને છૂટા પડ્યાં. સૂરજીતરોય અને રીતીકાદાસનાં રૂમ સામ સામે હતાં અને સૂરજીતને રીતીકાએ એનાં રૂમમાં આવીને ફોન કરવા જણાવ્યું અને એ પોતે બાથ લેવા જતી રહી. સુરજીતે ઘરે-દેબુને બધાંને મોબાઇલ પર ફોન ટ્રાય કર્યો પણ ના જ લાગ્યો કંટાળીને પોતાનાં ઓફીસે મેનેજર સાથે વાત કરી અને વાત પુરી થઇ અને ત્યાંજ રીતીકાની એનાં બાથરૂમમાંથી મોટી ચીસ સંભળાઇ.... સુર.. જી..ત... અને સુરજીત એકદમ ચીલ ઝડપે બાથરૂમ તરફ ગયો અને બાથરૂમતો અંદરથી બંધ હતું. સુરજીતે બૂમ