સમય ની ધાર પણ કેવી વસમી છે.. હજુ કાલની જ વાત હતી જાણે.. એ ઘેર આવ્યા હતા.. આટલા વર્ષોની તપસ્યા મારી જાણે ભંગ થયી એમના આગમનથી જેમ મોરલો વર્ષા ના આગમન ટાણે જેમ નાચી ઉઠે એમ અનુનું હૈયું એમને જોઈ હર્ષના ગાન ગાતું હતું..જાણે હૈયે મેહુલો ટહુકતો હોય.. બધું જ કાર્ય વેળાસર પતાવીને કાગડોળે એમની રાહ જોવાતી હતી.. હમણાં આવશે. હમણાં નઝરો પણ વારેવારે મોબાઇલ પર મંડાણી હતી. એવામાં જ ફોન રણક્યો.. અને અનુ એકીશ્વાસે દોડીને ગયી મોબાઈલ ટેબલ પરથી લઈને કાને ધરીને ખાલી .."હેલો..." બોલાયુ. અને સામે છેડેથી અવાજ આવ્યો.. સોરી અનન્યા..આઈ એમ રિયલી સોરી.. હું .. મેં..