લવ રિવેન્જ પ્રકરણ-28 “બીપ...બીપ....બીપ....!” “હેલ્લો....! સિડ...! સિડ.....!” સિદ્ધાર્થ તરફથી ફોન કપાઈ જતાં લાવણ્યા રઘવાઈ થઈને બોલી રહી અને પાછો સિદ્ધાર્થનો નંબર ડાયલ કરવાં લાગી. “લાવણ્યા....! અ.....!” “અંકિતા....અંકિતા....! તે .......તે સાંભળ્યુને....! સાંભળ્યુને ……!” ફોન કાને માંડી લાવણ્યા અંકિતા સામે જોઈને રઘવાયાં સ્વરમાં બોલી. “The number you have dialled, is currently switched off…..!” “switch off બોલે છે....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી “અંકિતા....! તે...તે સંભાળ્યુંને.....! ફ....ફેરાં.....એને ફેરાં માટે લઈ ગ્યાં...!” “ક...કોઈ મિસઅંડરસ્ટેન્ડિંગ હશે લાવણ્યા....!” અંકિતા માંડ પોતાનાં મનને માનવતી હોય એમ બોલી “એવું નઈ હોય.....!” “મેં....મેં....! એને ના પાડી’તી....! મેં....ક....કીધું’તું કે...કે.....ત...તને છ....છ....છેતરીને બોલાવશે.....! અ....અને પછી જોરજોરાઈથી