નવા સત્રનો આજે પહેલો દિવસ હતો. સાક્ષી પોતાના વર્ગખંડમાં કંઈક અદમ્ય અપેક્ષા સાથે ભાવિ જીવનના ઘડવૈયા સમી પેઢીને ઉજાગર કરવા જઈ રહી હતી, એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વને ઉજાગર કરતો એનો પરિવેશ. શિક્ષક છતાં જાણે કોઈ તપસ્વીની જેવું તેનું રૂપ હતું. સત્રના પ્રથમ દિવસે રોજની જેમજ મંદ હાસ્ય-સ્ફુરિત મુખમંડળ લઈને પોતાના ક્લાસમાં દાખલ થાય છે. બધા વિદ્યાર્થીઓ તેને અભિવાદન કરીને આવકારે છે અભિવાદનના શબ્દોથી આખાે વર્ગ ગુંજી ઊઠે છે. સાક્ષી તેનો યોગ્ય પ્રત્યુત્તર વાળી મંદ-હાસ્ય સાથે બધા સમક્ષ વારાફરતી જુએ છે. યોગ્ય ઉત્તર આપી સહુને આવકારે છે. આમ,તો સ્વભાવે ખૂબ શાંત હતી.પણ પ્રથમ છાપ એવી જમાવવા માગતી હતી કે