હજી પણ મારો ધબકારો ગુજરાતીમાં સાચવી રાખ્યો છે

  • 3.7k
  • 876

‘જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની....’ ગુજરાત હવે 60 વર્ષ વટાવી ગયું છે. તેની સષ્ઠીપૂર્તિ થઈ ગઈ છે. મહાગુજરાતની ચળવળથી જન્મેલું આ રાજ્ય હવે પોતાના વાનપ્રસ્થના અંતિમ તબક્કાને પસાર કરીને સષ્ઠીપૂર્તિના ઉંબરે પહોંચ્યું છે. જ્યાં એક રૂપિયામાં શેર ઘી લેતો ગુજરાતી આજે સ્વીડન અને નેધરલેન્ડથી દૂધ અને મિલ્ક પાઉડર ખરીદતો થઈ ગયો છે. ગુજરાત સ્થાપના દિવસ આપણે ઉજવીએ છીએ ત્યારે અથવા તો ગુજરાતી ભાષાનો ઉત્સવ ઉજવીએ છીએ ત્યારે બદલાતા ગુજરાત અને બદલાતી પ્રજાને જોવી પણ એક લાહવો છે. આ સફરમાં ગુજરાતે ઘણા પરિવર્તન