કલાકાર ભાગ – 9 લેખક – મેર મેહુલ રાતના દસ થયાં હતાં. ભાગ્યોદય હોટેલ નજીકની ચાની લારી પર અવરજવર સામાન્ય હતી. હોટેલ નજીક હતી એટલે લારી મોડે સુધી ખુલ્લી રહેતી, લોકો રાતનાં સમયે પણ અહીં લટાર મારવા આવી પહોંચતા. અહીંની સ્પેશ્યલ ચા પૂરાં એરિયામાં પ્રખ્યાત હતી. ઘણીવાર તો ચા માટે લાઈનમાં ઉભું રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાતી. રાતના સમયે ઘણાં દોસ્તારોની આ બેઠક હતી. પૂરો દિવસ કામમાં વ્યસ્ત રહી લોકો થોડો ટાઈમ પોતાનાં દોસ્તોને આપી માઈન્ડ ફ્રેશ કરતા. આજે ગણ્યાગાંઠ્યા લોકો જ લારી પર બેઠાં હતાં. સાડા નવ થયાં એટલે એક વ્યક્તિ લારી પાસે આવીને ઉભો રહ્યો. “એક