થોડા દિવસ પહેલા આપણી ઉજવણીશૂરી પ્રજાએ ‘શિક્ષક દિન’ ઊજવ્યો. સ્કૂલ કૉલેજોમાં એક દિવસ માટે વિદ્યાર્થીઓ શિક્ષક બની ગયા. કેટલેક ઠેકાણે ભાષણબાજીઓ થઈ. અને શિક્ષણનું નિકંદન કાઢી રહેલા થોડાક દંભીઓએ બરાડા પાડીને શિક્ષણનો મહિમા ગાયો. અને શિક્ષણના ગૌરવની છળકપટભરી વાતો કરી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવા મહાનુભાવો પણ આવા કર્મકાંડોમાં જોડાઈને સચિવોએ લખી આપેલા, ડાહ્યાડમરા શબ્દોનું રટણ કરી ગયા. ટીવી પર અને અખબારોમાં એ ભાષણો છપાયાં અને શિક્ષકનું ગૌરવ લીધાનો લાંબોલચક ઓડકાર લઈ લીધો. હવે આવતા વર્ષે પાછો શિક્ષક દિન એટલે આપણે શિક્ષણ અને શિક્ષકની ફરી એક વાર બૂરી વલે કરી શકીએ. આપણે જે બાબતનું ગૌરવ