વસમી વિદાય ... રાત્રે 10:00 વાગે અમદાવાદથી ઉપડેલો ગુજરાત મેલ તેની પુરપાટ ગતિ થી મુંબઈ તરફ ધસમસતો હતો. ફર્સ્ટ ક્લાસના એસી કોચ માં પણ આંખો ઊંઘવાનું નામ નહોતી લેતી. રાતના 12 વાગી ગયા હતા. વડોદરા હજુ હમણાં જ પસાર થયું હતું. વડોદરા !!! કેટલી બધી સ્મૃતિઓ આ શહેર સાથે સંકળાઇ હતી !! એ રોમાંચક મીઠી યાદોનું ઘોડાપૂર ભૂતકાળ ને ખેંચીને ટ્રેનની સાથે ને સાથે મુંબઈ તરફ ધસી રહ્યું હતું. આવો ઉન્માદ, આવી બેચેની, આટલી અધીરાઈ તો મારી આખી જિંદગી માં મેં ક્યારે પણ નથી અનુભવી ! ક્યારે મુંબઈ આવશે ? આજે તો