પડદા પાછળના કલાકાર - ૩

  • 6.5k
  • 1
  • 2k

રંગમંચથી કારાગાર સુધી: રવિન્દ્ર કૌશિકશ્રી ગંગાનગર રાજસ્થાન મરુભૂમિથી ઘેરાયેલા આ નગરના ટાઉનહૉલમાં કોઈકનાટક ચાલી રહ્યું હતું. ચીનના લશ્કરના હાથે જીવિત પકડાયેલા એક ભારતીય મેજર કોઈ પણ ગુપ્ત બાતમી આપવાનો સાફ ઇન્કાર કરી દે છે.કલાકારની સંવાદ બોલવાની છતાં તથા અભિનય પ્રેક્ષકોને સ્પર્શી જાય છે.( અભિનયમાં ગળાડૂબ એ કલાકારને કદાચ કલ્પના પણ નહોતી કે રંગમંચ પર રજુ કરેલો એ પ્રસન્ગ લગભગ એ જ સ્વરૂપે એની જિંદગીમાં પણ આવશે) સભાગૃહ ચિક્કાર હતું.થોડા વર્ષો પૂર્વે ખેલાયેલો ભારતચીનનો રણસંગ્રામ હજી સહુના સ્મૃતિપટ પાર તાજો હતો.મર્યાદિત પુરવઠા અને અમર્યાદિત જોશ સાથે ખેલાયેલો એ જંગ પ્રેક્ષકોની આંખો ભીની કરવા માટે પૂરતો હતો.દર્શકો જયારે કલા અને કલાકારો સાથે તાદાત્મ્ય