Dear પાનખર - પ્રકરણ - ૮

  • 3.2k
  • 1
  • 1.1k

શિવાલી એનાં નિત્યક્રમ મુજબ ક્લિનિક જવા માટે તૈયાર થઈ રહી હતી. અરીસામાં જોઈને સાડી વ્યવસ્થિત કરી , બિન્દી લગાવી , ઘડિયાળ હાથમાં લઈને પહેરવા જ જતી હતી કે યોગિનીદેવીની યાદ આવી ગઈ. લગ્ન સમયે એમણે એક કાંડા ઘડિયાળ ગીફ્ટમાં આપ્યું હતું , એ કહીને કે , ' હંમેશા સમય સાથે ચાલજે. ' બહુ નાની લાગતી વાત , પરંતુ એનો મર્મ બહુ ઊંડો હતો !!! સમય સૂચકતા અને સમયની કિંમત એ બન્ને ગુણનો નિર્દેશ એક નાના વાક્યમાં છુપાયેલો હતો. શિવાલીએ ક્લિનિકમાં કૉલ કર્યો અને એની આસિસ્ટન્ટ આયેશા ને પૂછ્યું , " ગુડ મોર્નિંગ, આયેશા !