જીવન સંગ્રામ 2 - 17

  • 2.3k
  • 1
  • 1.2k

પ્રકરણ૧૭ આગળ આપણે જોયું કે રાજન પોતાનો પ્લાન આર્મી ચીફને કહે છે અને આર્મી ચીફ તપોવન આવવા નીકળે છે... હવે આગળ..... વહેલી સવારે રાજન,કમલ અને તેની પૂરી ટીમ રોકી બનીને ગયેલ ઇન્સ્પેક્ટરે આપેલી માહિતી મુજબ તૈયારી કરવા લાગી. "સર આજે બપોર બાદ આ લોકો અહીંયાથી વીસ છોકરીઓને સપ્લાઈ કરવાના છે, એવી માહિતી મને સાંજે મળી, માટે આશિર્વાદ આપો કે બધી છોકરીઓને હેમખેમ છોડાવી લાવી અને ગુનેગારોને પકડી પાડીએ". રાજન ઉતાવળ ન કરો.થોડી રાહ જુઓ. હમણાં આર્મી ચીફ આવી જશે. તમે છોકરીઓને અત્યારે છોડાવી લાવશો તો છોકરીઓને પકડનાર સુધી જ તમે પહોંચી શકશો પણ, છોકરીઓને તેમના મૂળ ઠેકાણા સુધી પહોંચવા દેશો