.. પ્રકરણ ૧ કચ્છમાં આવેલું એક નાનકડું ગામ પાલડી. ગામની વસ્તી લગભગ બે હજાર જેટલી. આ ગામમાં પાંચ છોકરાઓ સાથે રહેતા હતા. નવ વર્ષનો ગૌરવ, એનાથી એક વર્ષ નાનો એનો ભાઇ મહેશ અને એમના મિત્રોમાં કૌશિક કે જે ગૌરવ ભેગો ભણતો અને ભાર્ગવ જે મહેશ ભેગો ભણતો. આ ચારેય ખાસ મિત્રો હતા. ગામની સીમાડે એક ગાઢ જંગલ આવેલું હતું. ત્યા જવાની સખત મનાઇ હતી. કોઇપણ એ જંગલમાં જતું નહીં. એનું કારણ તો કોઇને ખબર ન હતી. પણ એમના વડવાઓ કહી ગયા હતા કે એ જંગલમાં ક્યારેય ન જવું. અને એનું કારણ પણ