લગ્નજીવન : હીરા હૈ સદા કે લિયે

  • 2.3k
  • 2
  • 658

હમણાં એક મિત્ર સાથે લગ્નેતર સંબંધો, એક્સ્ટ્રામેરિટલ રિલેશનશિપ અને મલ્ટિપલ રિલેશનશિપ વિશે ચર્ચા થઈ. ચર્ચાનો સાર કંઈક અલગ હતો અને ચર્ચાનું કેન્દ્ર જુદું હતું પણ ચર્ચા પાછળ રહેલું તથ્ય એક જ હતું કે, લોકો જાણે-અજાણે લગ્નજીવનથી દૂર ભાગી રહ્યા છે અથવા તો તેમને હવે ખાસ રસ રહ્યો નથી. ખાસ કરીને લગ્નેતરની વાત કરીએ તો એવા ઘણા સ્ત્રીઓ અને પુરષો છે જેમને પોતાના લગ્નથી સંતોષ નથી અથવા તો હવે એકાદ-બે દાયકાબાદ કંટાળો આવવા લાગ્યો છે. તેથી તેઓ નવા સંબંધની શોધમાં ફરતા હોય છે અને પોતાના જીવનસાથીને પણ જાણે અજાણે તે તરફ ધકેલતા હોય છે. વાત કરે ત્યારે એવી કરતા હોય છે